સંસ્થા પરિચય - વૈદિક જ્યોતિષ સંસ્થાન - ગુજરાતી / हिन्दी

વેધિક જ્યોતિષ સંસ્થાનનો મૂળ ઉદેશ્ય આજના આધુનિક યુગમાં જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્રને પહેલા જેટલુંજ આદરપાત્ર બનાવવાનું તથા જ્યોતિષશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને સ્વરજ્ઞાન ને જીવંત રાખવા માટે નિ:સ્વાર્થભાવે ઉપરોક્ત બધાજ શાસ્ત્રનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે.

હાલનું દૂષિત માનસ જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્રને ખુબ જ નિમ્મકક્ષાનું ગણવા માંડયુ છે, શાસ્ત્રના રચનાકારોએ કલ્પના પણ ના કરી હોય એવી અવહેલના આજના સમયમાં થવા માંડી છે, લોકો જ્યોતિષ કે વાસ્તુમાં વિશ્વાસ જાહેર કરવામાં પણ નાનમ કે શરમ અનુભવતા હોય છે, ગુપ્તતા જાળવતા હોય છે, હિણપત અનુભવતા હોય છે, શાસ્ત્ર પ્રત્યે સૂગ ધરાવતા હોય છે, કારણ શું …? કારણ કે આજે આપણે આપણી મૂળ સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યા છીએ. સંસ્થા લોકોના માનસમાંથી આ વિદ્યા કે શાસ્ત્ર પ્રત્યેના ખોટા ભ્રમ અને ડર દૂર કરવાના હેતુ થકી નિસ્વાર્થ પ્રયાસ દ્વારા લોકોને ઉપરોક્ત વિધ્યાઓનું નિર્મળ જ્ઞાન પ્રદાન કરે છે. સંસ્થા 2009 થી સતત શાસ્ત્રના પ્રચાર અને પ્રસાર અર્થે કાર્ય કરી રહી છે.

જ્યોતિષશાસ્ત્ર પાસે લોકોની આપેક્ષા એલોપથી દવા જેવી થવા લાગી છે, આજના સમયમાં લોકોને પોતાની તકલીફોનું તરતજ નિવારણ જોઈતુ હોય છે, લોકોને અંધશ્રદ્ધા, પૂર્વાગ્રહ તથા હાથોહાથ નિકાલ આપતા અન્ય ઉપાયો દ્વારા તેમની તકલીફોનું કલાકો અને મિનીટોમાં સમસ્યાઓનું નિરાકરણ જોઈએ છે, ટીકડી ખાતાજ દર્દ ગાયબ…! આ માનસિકતા બદલાવી જોઈએ, સંસ્થાનો અભ્યાસક્રમ એ એક પરકારનું ગણત્રી તથા વિજ્ઞાન જ છે, જેના દ્વારા વૈજ્ઞાનિક પદ્ધત્તિથી પૌરાણિક દાખલા, કથા ઓ અને દ્રષ્ટાંતો દ્વારા ખુબજ સરળ પદ્ધત્તિથી શાસ્ત્રો ભણાવવામાં આવે છે, જ્યોતિષશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને સ્વરજ્ઞાન વગેરે વિષયોને આવરી લઈ વિસ્તૃત અભ્યાસક્રમ દ્વારા જ્ઞાનદાનની નિ:શુલ્ક સેવા માનદ્ અધ્યાપકો દ્વારા આપવામાં વે છે, ભાષાનું જ્ઞાન ધરાવતા કોઈપણ ઉમરના બંધુ ભગિની ઓને જ્ઞાન પ્રાપ્તિ માટે સહ્રદય આમંત્રણ આપે છે, વર્ષાંતે પરિક્ષાઓ લઈ ઉત્તિર્ણ થનાર દરેકને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, આ શાસ્ત્ર આપણને વેદો દ્વારા મળેલો અમુલ્ય વારસો છે, વરદાન છે, જે ઋષીમુનિઓની ન જાણે કેટકેટલા યુગોની મહેનતનો નિચોડ છે, જ્યોતિષ શબ્દનો અર્થ શુ થાય છે..? ઉત્તર છે ઈશની એટલે કે ઈશ્વરની જ્યોત ..! માનવને જીવન જીવવાના માર્ગો તો અનેક છે, પરંતુ સદ્જીવન જીવવાનો સાચો માર્ગ કયો છે..? તે આ ઈશનિ જ્યોતના પ્રકાશ દ્વારા એટલે જ્યોતિષના જ્ઞાન દ્વારા જ જાણવા મળી શકે છે,

માનદ્ અધ્યાપકો -

શ્રી .આચાર્ય અશોકજી, શ્રી. હરિલાલ માલદે, શ્રીમતિ. વર્ષા રાવલ, શ્રી. જયેશ વાઘેલા, શ્રી. પ્રદીપ જોષી, શ્રી. નીતીન ભટ્ટ, શ્રી તેજસ જૈન, ડૉ. હિમાંશુ વ્યાસ, શ્રીમતિ. પ્રમીલા પંચાલ, શ્રીમતિ. પ્રીતી ઠાકર, શ્રી. વિવેક શાહ, શ્રીમતિ. રુપલ દમણીયા.